Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

21. મને મારી યૂનિવર્સિટિ સાથે તકલીફો થઇ રહી છે. હું શું કરી શકું?

જો તમને તમારી યૂનિવર્સિટિ સાથે તકલીફ હોય તો કોનો સંપર્ક સાધવો.

જો તમને તમારી યૂનિવર્સિટિ સાથે તકલીફો થઇ રહી હોય તો યાદ રાખો કે તમને આ સંબંધમાં અધિકારો છે. તમારી યૂનિવર્સિટિ જાહેર સંસ્થાઓને લાગુ પડતા ખાસ નિયમોથી બંધાયેલી છે. ઉપરાંત, તમારી યૂનિવર્સિટિને તેના પોતાના ધારા હશે જેમાં તે દર્શાવેલું હશે કે તેણે તમારી સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ.

સામાન્ય રીતે તમે આમાંના મોટા ભાગના નિયમો અને ધારાઓ યૂનિવર્સિટિની માહિતી -પુસ્તિકા (પ્રોસ્પેક્ટસ), જે તમને જ્યારે તમે પહેલી વાર અરજી કરી ત્યારે આપવામાં આવી હતી, માંથી જોઇ શકશો. તમને યૂનિવર્સિટિ અને તમારા પોતાના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી હૅન્ડબુક્સમાંથી પણ વધારાના નિયમો મળી શકે.

જો તમને તમારી તકલીફો વિશે સલાહ જોઇતી હોય, તો તમારા સ્ટુડન્ટ યુનિયનનો સંપર્ક સાધવો સૌથી સારો છે, કારણ કે તેઓ તમારી યૂનિવર્સિટિ અને તેના પોતાના નિયમો વિશે સૌથી વધુ માહિતી ધરાવતા હશે. સ્ટુડન્ટ યુનિયનના સલાહકારો તમને તમારા અધિકારો અને અપીલની પ્રક્રિયા વિશે સલાહ આપી શકશે. તેમને તમારી યૂનિવર્સિટિ સાથેના સંબંધને કાબૂમાં રાખતા સંબંધિત કાયદાઓ વિશે સારૂં એવું જ્ઞાન હશે. તમારૂં સ્ટુડન્ટ યુનિયન તમને સંબંધિત હેન્ડબુક્સ અને તમારા કિસ્સામાં લાગુ પડતા નિયમોની નકલો પણ મેળવી આપી શકે.

આંતરિક અપીલ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી અને તમારા વિદ્યાર્થી યુનિયનની સલાહ લીધા પછી પણ જો તમારી સમસ્યાનો ઉકેલ ન આવે, તો તમારે ઑફિસ ઑફ ધ ઇન્ડિપેન્ડન્ટ એડજુડિકેટર (Office of the Independent Adjudicator (OIA)ને 0118 959 9813 પર અથવા http://www.oiahe.org.uk/ પર ફરિયાદ કરવા વિશે વિચારવું જોઇએ.

છેલ્લે તમારે કોઇ સોલિસિટર (વકીલ) અથવા ઉચ્ચ અભ્યાસ સંબંધી કાયદા (હાયર એજ્યુકેશન લૉ) માં નિષ્ણાત સંસ્થાની મદદની જરૂર પડી શકે. જોકે અદાલતોને બહુ સીમિત સત્તાઓ હોય છે, ખાસ કરીને જ્યારે તમારી ફરિયાદ યૂનિવર્સિટિએ તમારા કામના કરેલા મૂલ્યાંકન બાબતે હોય.

જો તમારી સમસ્યા તમારે જે ચૂકવવી જોઇએ તે ફીના સ્તર વિશેના યૂનિવર્સિટિ અથવા તમારી સ્થાનિક સત્તાવાળાઓએ કરેલા મૂલ્યાંકન બાબતે હોય, તો આની તમારા સ્ટુડન્ટ યુનિયને પણ તપાસ કરવી જોઇએ. છતાં, જો તમને સમસ્યાઓ હોય, તો તમારે શક્ય એટલી ઝડપથી નિષ્ણાત કાયદાકીય સલાહ મેળવવી જોઇએ, કારણકે આ નિર્ણયોનો વિરોધ કરવા માટે બહુ ઓછી સમય-સીમા હોય એવું બની શકે. સામાન્ય રીતે તમે આ પ્રકારની ફરિયાદો ઓ આઇ એ (OIA) પાસે ન લઇ જઇ શકો.

જો તમે બીજા બધા જ વિકલ્પોનો ઉપયોગ કરી ચૂક્યા હો, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એજ્યુકેશન એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર