આ વિભાગમાં
શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?
- મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો
08001 225 6653પર ફોન કરો - સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
- શનિ સવારે 9 - બપોરે12:30
- કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો
તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો
ગુપ્તતા સંબંધી નીતિ
- અમે કઇ માહિતી એકઠી કરીએ છીએ અને તેનો શાના માટે ઉપયોગ કરીએ છીએ?
- કમ્યુનિટિ લીગલ એડવાઇસ (Gurkha Free Legal Advice)ને ઈમેઇલ કરવો
- ડેટા પ્રોટેક્શન ઍક્ટ (Data Protection Act) 1998 હેઠળ પહોંચનો અધિકાર
- સુરક્ષાનાં પગલાં
કમ્યુનિટિ લીગલ એડવાઇસ (Gurkha Free Legal Advice) વેબસાઇટ આપોઆપ તમારા વિશેની માહિતી મેળવતી કે સંઘરતી નથી.
અમે ઉપયોગ કરનારના કમ્પ્યુટરનું ઇન્ટરનેટ એડ્રેસ, તેની સેશન અંગેની માહિતી જેમ કે તેમની મુલાકાતનો સમયગાળો, તેઓ કેવું કમ્પ્યુટર પ્લેટફૉર્મ વાપરે છે તેની નોંધ રાખીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ ફક્ત સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન માટે તેમ જ આ વેબસાઇટનું મૂલ્યાંકન કરવા માટે અનામ માહિતી આપવા માટે કરીએ છીએ.
આ વેબસાઇટમાં અન્ય વેબસાઇટ્સની લિંક્સ છે, પણ આ ગુપ્તતાનું વિધાન ફક્ત કમ્યુનિટિ લીગલ એડવાઇસ વેબસાઇટને જ લાગુ પડે છે. તમે જ્યારે કોઇ બીજી વેબસાઇટ પર જાવ ત્યારે તમારે આ ધ્યાનમાં રાખવું જોઇએ અને અંગત માહિતી એકઠી કરતી કોઇ પણ અન્ય વેબસાઇટની ગુપ્તતા અંગેની નીતિ ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઇએ.
અમે કઇ માહિતી એકઠી કરીએ છીએ અને તેનો શાના માટે ઉપયોગ કરીએ છીએ?
તમે જ્યારે અમારા ફીડબેક ફૉર્મનો ઉપયોગ કરો, સી એલ એ (CLA) પ્રોત્સાહક સામગ્રીનોઑર્ડર આપો઼ અમારા ઈ-ન્યુઝ લેટર માટે નામ નોંધાવો અથવા અમારી હેલ્પલાઇન તમને ફોન કરે એવી માંગણી કરોઅમે તમારા વિશે માહિતી એકઠી કરીએ છીએ.
ફીડબૅક અને કૉલ-મી-બૅક ફૉર્મ
જો તમે કોઇ પણ ઇલેક્ટ્રોનિક ફીડબૅક પૂરો કરો અથવા આ વેબસાઇટ પર તમે અમને તમને ફોન કરવા અથવા જવાબમાં ઇ-મેઇલ કરવા કહો, તો અમે તમારી પાસેથી આ માહિતી માંગી શકીએ:
- નામ
- ઇ-મેઇલ એડ્રેસ
- ટેલિફોન અથવા ફેક્સ નંબર
- તમને વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી બીજી જે વિગતો તમે પૂરી પાડો તે
- તમારે જે કાયદાકીય સમસ્યા માટે મદદની જરૂર હોઇ શકે તે.
લીગલ સર્વિસિઝ કમિશન (Gurkha Free Legal Advice) તમારા ફીડબૅકને, તમે ઉઠાવેલ કોઇ પણ સવાલ અથવા અન્ય મુદ્દાઓને પ્રતિભાવ આપવા માટે અને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં લીગલ સર્વિસિઝ કમિશનને મદદ કરવા માટે આ માહિતી પર કાર્યવાહી કરી શકે.
જો તમે અમને તમને ફોન કરવા અથવા તમને જવાબમાં ઇ-મેઇલ કરવા કહ્યું હોય, તો તમારી વિગતો અમારા ટેલિફોન ઓપરેટરને આપવામાં આવશે જેથી તેઓ તમારો સંપર્ક સાધી શકે.
જ્યારે તમે વેબસાઇટ પર ફૉર્મ સબમિટ કરો છો ત્યારે આ માહિતી તમારી અને લીગલ સર્વિસ કમિશન વચ્ચે સુરક્ષિતપણે મોકલવામાં આવે છે, અને આ માટે એ જ સ્તરની સુરક્ષા હોય છે, જે બેંકો ઑનલાઇન વાપરે છે.
જો તમે ઇ-મેઇલ દ્વારા સલાહ માંગો, તો તમારે એ વાત જાણવી જોઇએ કે ઇન્ટરનેટ સુરક્ષિત માધ્યમ નથી, કારણ કે સંદેશાઓ વચ્ચેથી મેળવીને બીજા કોઇ દ્વારા વાંચી લઇ શકાય. અમને ભૂલ-ચૂક માટે અથવા તમારી પાસેથી મળેલી અધૂરી અથવા ભ્રામક માહિતી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.
ક્યારેક -ક્ચારેક આ વેબસાઇટની જાહેરાત કરવા માટે લીગલ સર્વિસિઝ કમિશન અનામ કરી દીધેલ ફીડબૅકનો ઉપયોગ કરી શકે. અમે જે સેવા પૂરી પાડીએ છીએ તેના વિશે તમારો ફીડબૅક મેળવવા માટે અમે તમારો સંપર્ક પણ સાધી શકીએ.
ઑનલાઇન ઓર્ડર આપવા માટેનું ફૉર્મ
જો તમે અમારા ઑનલાઇન ઓર્ડરિંગ ફૉર્મનો ઉપયોગ કરો, તો અમે તમારી પાસે આ માહિતી માંગીએ છીએ:
- નામ
- સંસ્થાનું નામ અને પ્રકાર
- ઇ-મેઇલ એડ્રેસ
- ટેલિફોન અથવા ફેક્સ નંબર
- સરનામુ.
તમારો ઓર્ડર પૂરો કરવા માટે અમારે આ માહિતી અમારા બહારના સપ્લાયરને આપવી પડશે.
ઇ-ન્યુઝલેટર્સ અને ઇ-મેઇલ એલર્ટ્સ
જો તમે અમારા ઇ-મેઇલ ન્યુઝલેટર્સ મેળવવા માટે નામ નોંધાવ્યુ હોય અથવા અમારી વેબસાઇટ સાથે લિંક કરી હોય, તો અમે જે અંગત માહિતી રાખીએ છીએ તે છે તમારું:
- નામ
- સંસ્થાનું નામ
- ઇ-મેઇલ એડ્રેસ.
અમે આ માહિતીનો ઉપયોગ તમને અમારા દ્વિ-માસિક ઇ-મેઇલ ન્યુઝલેટર મોકલવા માટે કરીશું. અમે આ ન્યુઝલેટર dotMailer નો ઉપયોગ કરીને મોકલીએ છીએ અને બધી જ માહિતી સુરક્ષિત સર્વર્સ પર જાળવવામાં આવે છે.
અમે ક્યારેક-ક્યારેક સંસ્થાઓને અમારી વેબસાઇટમાં થયેલા ફેરફારોની તેમને જાણ કરવા માટે અમારી વેબસાઇટની લિંક્સ પણ ઇ-મેઇલ કરીશું - દાખલા તરીકે જો અમે કોઇ એવા પેજનું સ્થાન બદલ્યું હોય જેનાથી તેમની વેબસાઇટ પરની લિંક્સ પર અસર પડી શકે.
જો તમે આગળ ઉપર ઇ-મેઇલ્સ મેળવવા માંગતા ન હો, તો ઇ-મેઇલમાંની અનસબસ્ક્રાઇબ લિંક ક્લિક કરો. અથવા આ સરનામા પર ઇ-મેઇલ કરો marketing@gurkhajustice.org.uk
જો તમે અમે તમને જે સરનામા પર ઇ-મેઇલ મોકલીએ છીએ તે બદલવા માંગતા હો, અથવા તમને ઇ-મેઇલ નથી મળ્યો, પણ તમે અમારા ઇ-મેઇલ ન્યુઝલેટર મેળવવા માંગતા હો, તો કૃપા કરી આ પાના પર જાવ.
કમ્યુનિટિ લીગલ એડવાઇસ (Gurkha Free Legal Advice) ને ઇ-મેઇલ કરવો
ઇન્ટરનેટ ઇ-મેઇલ એ સુરક્ષિત માધ્યમ નથી, કારણ કે સંદેશાઓ વચ્ચેથી મેળવીને બીજા કોઇ દ્વારા વાંચી લઇ શકાય. કોઇ માહિતી ઇ-મેઇલ દ્વારા મોકલવી કે કેમ તે નક્કી કરતા પહેલા આ બાબતને ધ્યાનમાં રાખો. લીગલ સર્વિસિઝ કમિશનના ટપાલના સરનામા ઉપલબ્ધ છે.
લીગલ સર્વિસિઝ કમિશનના કર્મચારીઓ દ્વારા ઉપયોગ સંબંધી પોતાની નીતિના આંતરિક અનુપાલનની દેખરેખ કરવા માટે તેમ જ સુરક્ષાના કારણોસર કોઇ પણ આવતા કે જતા ઇ-મેઇલની દેખરેખ, નોંધ અને તેને જાળવવાનો અધિકાર લીગલ સર્વિસિઝ કમિશન સુરક્ષિત રાખે છે. ઇ-મેઇલ મોનિટરિંગ અને/અથવા બ્લૉકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી શકે અને ઇ-મેઇલમાંની વિગતો વાંચવામાં આવી શકે. ઇ-મેઇલ લખતી વખતે કે ઇ-મેઇલ અથવા તેમાંની વિગતો ફોરવર્ડ કરતી વખતે તેનાથી કોઇ કાયદાનો ભંગ નથી થતો તે નિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે. અમારા વતી ઇ-મેઇલ દ્વારા કોઇ પણ સમજૂતિ કરી શકાય નહીં.
ડેટા પ્રોટેક્શન એક્ટ (Data Protection Act) 1998 હેઠળ અંગત માહિતીને પહોંચનો અધિકાર
જો તમે Gurkha Free Legal Advice Web Manager, Communications and Marketing, Gurkha Free Legal Advice, 20-30 Wild's Rents, London SE1 4QG પાસે લેખિત માંગણી કરો, તો તમને આ જાણવાનો અધિકાર છે:
- લીગલ સર્વિસ કમિશન કે તેમના વતી કોઇ બીજી વ્યક્તિ તમારી માહિતી પર કાર્યવાહી કરી રહી છે
- જો તેમ હોય, તો જે અંગત માહિતી પર કાર્યવાહી થઇ રહી હોય તે, તેના પર જે કારણોસર પ્રક્રિયા થઇ રહી હોય તે ઉદ્દેશ્યો, અને એ લોકો જેમને તે જણાવવામાં આવતી હોય અથવા આપવામાં આવી શકે એમની વિગતો
- અંગત માહિતીમાંની બધીજ માહિતી, સરળતાથી સમજી શકાય એવા સ્વરૂપે અને એ માહિતીનો સ્ત્રોત.
આ સેવા માટે £10ની ફી ચૂકવવાની હોય છે.
વધુ માહિતી માટે કૃપા કરી એલ એસ સી (LSC)ની પત્રિકા માહિતીને પહોંચ (Access to Information).
સુરક્ષાનાં પગલાં
લીગલ સર્વિસિઝ કમિશન (જેમાં કમ્યુનિટિ લીગલ એડવાઇસ અથવા સી એલ એસ યોજના સામેલ છે) તેની ઇન્ફર્મેશન ટેક્નોલોજી information technology (IT) સિસ્ટમ્સની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે.
તેની સુરક્ષા નીતિઓ આંતર્રાષ્ટ્રીય સુરક્ષા માપદંડ (International Security Standard) ISO/IEC-27001:2005નું પાલન કરે છે.
આ નીતિઓ નિશ્ચિત કરે છે કે લીગલ સર્વિસિઝ કમિશન સંસ્થાની અંદર અથવા લીગલ સર્વિસિઝ કમિશન વતી બહારના પક્ષોએ રાખેલ બધી જ માહિતી સંપત્તિની ગુપ્તતા, સંપૂર્ણતા અને ઉપલબ્ધતા જાળવવા પ્રતિબદ્ધ છે.